જીવન એક સંગીત છેજે જીવનના દરેક લયમાં ધબકતુંહોય છે. બાળકના જન્મની સાથેજ તેના રડવાની કિલકારીમાંમાતા પિતા ને જીવન સંગીતની અનુભૂતિ થઈ જાય છે. કેટલીક વિરલ વ્યક્તિઓ સંગીતના નાદનેબ્રહ્મનાદ ગણીનેતેની સાધના કરે છે અને સાધના બાદ નીકળતો ગળાનો રણકો સમસ્ત સૃષ્ટિનેઅનુરંજિત કરી દે છે, એમાંય કોઈનારી પ્રતિભાના ગળા નો રણકાર હોય તો તેવધુવિસ્મય કારી બનેછે આવી જ એક નારી પ્રતિભા વિશેવાત કરવાનો મોકો મળ્યો છે અનેતેછે અમિતા દલપતસિંહ ખાટ..
માતા ગીતાબેન અનેપિતા દલપતસિંહ ને ત્યાંદીકરી નો જન્મ થાય છેઅનેમાઝમ નદીના તીરે આવેલા કનાલ ગામે એ દીકરી તેનુંશૈશવકાળ વિતાવેછે. ઘણીવાર કુદરત પરિવારની કસોટી કરવામાંકસર છોડતી નથી. તેવુંજ અમિતાના કિસ્સામાં બન્યુ બાળપણથી જ ખામીયુક્ત દ્રષ્ટિ મળી હતી જે આગળ જતા અંધાપામાંનિર્મિત પામી જો કે અંધત્વનો જે આ પડકાર અમિતાનેમળ્યો તેનાથી તેના જીવનમાંદ્રઢ મનોબળ અનેસંકલ્પ શક્તિના ગુણો ખીલ્યા. રાષ્ટ્રીય અંધજન મંડળ જિલ્લા શાખા સાબરકાંઠા નો ઉત્સાહ વર્ધક સહયોગ મળ્યો અનેઅમિતા શિક્ષણની કેડી કંડારતી ગઈ પોતાના ઘરે રહીનેજ સંકલિત શિક્ષણ યોજના નો લાભમેળવીને તે માધ્યમિક કક્ષા સુધી પહોંચી અને આગળ જતા સુરેન્દ્રનગરની અંધ મહિલા વિદ્યા સંકુલમાં અભ્યાસના આગળના તબક્કાઓ સંપન્ન કર્યા. ગુજરાતી વિષયમાં સ્નાતક તેમજ પોતાના મનગમતા વિષય સંગીતમાંપણ સ્નાતક પદવી મેળવી.
સાહિત્ય અનેસંગીતના અદભુત મિલનનેઅમિતાએ સાર્થક કર્યું અને આજના આધુનિક યુગમાંજ્યારેગળાકાપ સ્પર્ધાઓ ચાલતી હોય ત્યારેતેણેસંગીતમાંપોતાની આગવી પ્રતિભા પ્રસ્થાપિત કરી સુરીલુંગળુંઅનેલયની ચોક્કસ એવી આ અમિતા શ્રોતાગણનેઆંઝી દેછે. પરિવારની આર્થિક સમૃદ્ધિ ન હોવા છતાંપણ તેના વિકાસના માર્ગમાં આવતા અનેક અવરોધોનેતેને પાર કર્યા અને એક ખ્યાતનામ ગાયિકા તરીકેસમાજમાં પ્રભાવક છાપ છોડી હાલમાંઅમિતાનો યુવા કાળ ચાલી રહ્યો છે. વિકાસની અનેક સંભાવનાઓ સમાજને તેનામાંદેખાઈરહી છે. લોકગીત સુગમ સંગીત ગરબા સાથે સાથેશાસ્ત્રીય સંગીત વગેરેવિધાઓમાંતેણે આધુનિકતાનેભેળવી છેઅનેતેની મંઝિલ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છેતાજેતરમાંનવરાત્રીને અનુરૂપ કેટલાક ગરબાઓનું ધ્વનિ મુદ્રણ અમદાવાદના આરોહી સ્ટુડિયોમાંકરવામાં આવ્યુંછે જેતેની પ્રતિભાની સાબિતી આપેછે. આશા રાખીએ કે તેનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાંસહાયભૂત બનેઅને પસંદ કરેલા સંગીતના ક્ષેત્રમાંખૂબ નામના મેળવે...